History

સઈજ ગામના િસધ્ધનાથ મહાદેવનો એક અનોખો ઈતિહાસ છે. માગ્યું મળે તેવો પ્રભાવ છે.
ઈતીહાસ મુજબ વર્ષો પહેલાં પાટણ નગરી નો રાજા શ્રી સિધ્ધરાજ જયસિંહ પોતાના મામાને મારીને રાજ-ગાદી મેળવી. પરંતુ આ મહાપાપનું પ્રાયશ્ચીત કરવાં માટે રાજપુરોહીતે રાજાને ૫[પાંચ] શિવાલય નિર્માણનો ઉપાય બતાવ્યો. જેથી રાજાએ પાંચ શિવાલયનાં નિર્માણ કર્યા જેમાનું આ એક છે.
અહીંયા િસધ્ધ-મહાપુરૂષોએ ઘણાં સમય સુધી તપ કર્યુ અને સ્થાનમાં રહીને કળયુગનાં કષ્ટ હર્યા છે, એવાં ‘ગંગાધર-ગીરિ’, ‘કૈલાશ-ગીરિ’નાં સદાય આશીર્વાદ નિરંતર છે.
શિવાલયથી થોડેક દૂર ‘ધૂળીયા-મહાદેવ’નું મંદીર આવેલ છે જ્યાં ધૂળ ચઢાવીને પૂજા થાય છે.
વધુમાં રંગ અવધુત મહારાજે અહીંયાં રાત્રી રોકાણ કરીને કળયુગમાં અતી પાવન ‘દત્ત-બાવની’ની રચનાં કરી છે.